મોરબી : આજરોજ તારીખ 25 ઓગસ્ટ 2025 ના રોજ બ્રહ્માકુમારી સંસ્થા, હેડ-ક્વાર્ટરના મુખ્ય સંચાલિકા આદરણીય દાદી પ્રકાશમણિજીની 18મી વાર્ષિક પુણ્યતિથિ નિમિત સમગ્ર ભારત દેશમાં વિશ્વ બંધુત્વ દિવસ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબીમાં બ્લડ સેન્ટર અને સંસ્કાર બ્લડ સેન્ટર ખાતે બ્રહ્માકુમારી સંસ્થા મોરબીના બી.કે ઉષા દીદી, બી.કે અલ્કા દીદી, બી.કે સમજુ દીદી, બી.કે જુલી દીદી, બી.કે આયુષી દીદી તથા અન્ય આગેવાનો દ્વારા આ મહાન પુણ્ય કાર્યનુ દિપ પ્રજ્વલિત કરી રક્તદાન કેમ્પને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ રક્તદાન કેમ્પમાં ૫૩ જેટલા લોકોએ રક્તદાન કરીને મહાપુણ્ય કરી ખરા અર્થમાં વિશ્વ બંધુત્વ દિવસ ઉજવ્યો હતો.














