મોરબીના રફાળેશ્વરમા ત્રણ દિવસ પહેલા મહિલાની હત્યા મામલે બે મહિલા સહિત ચાર આરોપીઓ વિરુદ્ધ ગુન્હો દાખલ
મોરબી : મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે રહેતી મહિલા દારૂ પી અવારનવાર ધમાલ કરતી રોજના ખેલથી ત્રાસી ગયેલા પાડોશમાં રહેતા બે મહિલા સહિતના ચાર લોકોએ સાથે મળી ત્રણ દિવસ પૂર્વે મહિલાને ધોકા ફટકારી ખાટલામાં બાંધી દઈ હત્યા કરી નાખતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.
મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે રહેતા કાંતાબેન ગાંડુભાઇ સોલંકી ઉ. 75 નામના વૃદ્ધાએ તાલુકા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, આરોપી હીનાબેન લક્ષ્મણભાઈ રાઠોડ રહે.રફાળેશ્વર, નર્મદાબેન લક્ષ્મણભાઈ રાઠોડ રહે.ઘનશ્યામગઢ મનોજ ઉર્ફે મયુર રમેશ રાઠોડ રહે.પાનેલી તથા હુશેન ફિરોજભાઈ જુણેજા રહે.રફાળેશ્વર વાળાઓએ ફરીયાદીની પુત્રી લક્ષ્મીબેન મહેશભાઈ રાઠોડને દારૂ પીવાની આદત હોવાથી તોફાન કરતા હોય જેથી ત્રાસી જઈ ધોકા ફટકારી દીધા હતા. જો કે, મૃતક લક્ષ્મીબેન આમ છતાં તોફાન કરતા હોય ચારેય આરોપીઓએ લક્ષ્મીબેનને ખાટલામાં દોરડા વડે બાંધી દઈ ધોકા મારતા મૃત્યુ નીપજ્યું હતું.
મૃતક લક્ષ્મીબેનના છૂટાછેડા થયા બાદ તેમના માતા સાથે રહેતા હતા અને દારૂ પીવાની આદત હોય અવરનવાર નશાની હાલતમાં માથાકૂટ ઝઘડા કરતી હતા જેમાં ત્રણ દિવસ પૂર્વે નશો કરી તોફાન કરતા હોવાથી પાડોશીઓએ લક્ષ્મીબેનના ત્રાસથી કંટાળી હીનાબેન લક્ષ્મણભાઈ રાઠોડે માથામાં લાકડાના ધોકા વડે માર માર્યો હોવાનું અને બાદમાં મનોજ ઉર્ફે મયુર રમેશ રાઠોડએ સહિતના લોકોએ દોરડા વડે મૃતક લક્ષ્મીબેનને ખાટલામાં બાંધી દઈ ધોકા ફટકારતા મૃત્યુ થયું હોવાનો આરોપ લગાવ્યો હતો. આરોપીઓએ હત્યા બાદ પુરાવાઓનો નાશ કરવા માટે દોરડું સળગાવી નાખ્યું હોવાનું ફરિયાદમાં જાહેર કર્યું છે. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે હત્યા અને એટ્રોસીટી એકટ સહિતની કલમો મુજબ ગુન્હો નોંધાવતા તપાસ શરૂ કરી છે.








