વાંકાનેર : વાંકાનેર તાલુકાના માટેલ ગામની સીમમાં આવેલ લેટોજા સિરામિક ફેકટરીમાં કામ કરતા અને ત્યાં જ રહેતા મૂળ મધ્યપ્રદેશના વતની શ્રમિક યુવાન અરવિંદભાઈ જોગડીયાભાઈ ગુંડિયા ઉ.વ.28ને છેલ્લા પાંચેક દિવસથી તાવ આવતો હોય ખાનગી હોસ્પિટલમાં રફાળેશ્વર ખાતે સારવારમાં દાખલ કરવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.










