Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં છોકરી બાબતના ઝઘડામાં યુવાન પર છરી અને ધારીયાથી હુમલો કરી ઘાતકી...

મોરબીમાં છોકરી બાબતના ઝઘડામાં યુવાન પર છરી અને ધારીયાથી હુમલો કરી ઘાતકી હત્યા

ઝૂંપડપટ્ટી વિસ્તારમાં અંદરોઅંદર થયેલી મારામારીમા મૃતકના પિતાને પણ ઇજા

મોરબી : મોરબીમાં વાવડી ચોકડી નજીક ઝૂંપડપટ્ટી વિસ્તારમાં છોકરી બાબતે સામા પક્ષે ધારીયા અને છરીથી હુમલો કરી યુવાનની હત્યા કરી છે. જ્યારે આ હુમલામાં મૃતક યુવાનના પિતાને પણ ઇજા પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે.

મોરબી.નજીક આવેલ વાવડી ચોકડીથી નવલખી ફાટક જવાના બ્રિજ વચ્ચે આવતી ઝૂંપડપટ્ટીમાં આજે છોકરી મામલે ઝઘડો થયો હતો. આ ઝઘડો કુટુંબમાં જ અંદરો અંદર બે પક્ષ વચ્ચે થયો હતો. જેમાં મારામારી કરી અને છરી તથા ધારીયાથી હુમલો કરવામાં આવતા રમેશભાઈ ગાભાભાઈ દેવીપૂજક (ઉ.વ.22) નામના યુવાનનું મોત નીપજ્તા બનાવ હત્યામાં પલટાયો છે. આ હુમલામાં તેમના પિતા ગાભાભાઇ જીવાભાઈ દેવીપૂજક ( ઉ.વ.70)ને ઇજા પહોંચી છે. બન્નેને સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. આ મામલે એ ડિવિઝન પોલીસે પણ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments