Wednesday, April 8, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી જિલ્લા પંચાયત ખાતે નવોદય વિદ્યાલયમાં પ્રવેશ માટે બેઠક યોજાશે

મોરબી જિલ્લા પંચાયત ખાતે નવોદય વિદ્યાલયમાં પ્રવેશ માટે બેઠક યોજાશે

મોરબી જિલ્લાના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને જવાહર નવોદય વિદ્યાલય, કોઠારીયામાં ધોરણ 9 અને 11માં પ્રવેશ અપાવવા માટે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં આ બેઠક 1 સપ્ટેમ્બર, 2025ના રોજ બપોરે 4 વાગ્યે રૂમ નંબર 110, જિલ્લા પંચાયત કચેરી, સો-ઓરડી, શોભેશ્વર રોડ, મોરબી-2 ખાતે યોજાશે.

આ બેઠકમાં મોરબી જિલ્લાની સરકારી અને ખાનગી શાળાઓના આચાર્યો, જિલ્લા શિક્ષણ અધિકારી, અને ધોરણ 8 અને 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓને હાજર રહેવા જણાવાયું છે. ખાસ કરીને જે બાળકો આવતા શૈક્ષણિક વર્ષ (2026-27) માટે ધોરણ 9 અને 11 (સાયન્સ અને કોમર્સ)માં અંગ્રેજી માધ્યમમાં પ્રવેશ મેળવવા ઈચ્છુક છે, તેમના વાલીઓ માટે આ બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને વિના મૂલ્યે અને ઉચ્ચ ગુણવત્તાનું શિક્ષણ મળી રહે. તેથી, વિવિધ ફેક્ટરીઓમાં કામ કરતા શ્રમિકોના બાળકોના વાલીઓને પણ આ બેઠકમાં ઉપસ્થિત રહેવા માટે અપીલ કરવામાં આવી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments