મોરબી : મોરબીના લાલપર નજીક વહેલી સવારે કન્ટેનર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો છે. જેમાં બાઇક સવાર લક્ષ્મીનગરના કૌટુંબિક કાકા-ભત્રીજાના કરુણ મોત નિપજ્યા હતા. આ કાકા ભત્રીજાના મોતથી તેમના પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
મોરબીના લક્ષ્મીનગર ગામે રહેતા રમેશભાઈ પ્રેમજીભાઈ ભંખોડીયા ( ઉ.વ.35) અને તેમના કૌટુંબિક કાકા પ્રેમજીભાઈ મેઘજીભાઈ ભંખોડીયા (ઉ.વ.45) બન્ને તરણેતરના મેળામાં ગયા હતા. જ્યાંથી તેઓ પરત ફરી રહ્યા હતા. તે વેળાએ લાલપર પાસે સવારે 6:30 વાગ્યાના અરસામાં એક કન્ટેનરે તેમના બાઇકને હડફેટે લીધું હતું. આ અકસ્માતમાં બન્ને કાકા-ભત્રીજાના મોત થયા છે. હાલ બન્નેના મૃતદેહોને પીએમ અર્થે ખસેડવામાં આવ્યા છે. કન્ટેનર ચાલક અકસ્માત સર્જીને ફરાર થઈ ગયો હોય પોલીસે તપાસ હાથ ધરી છે. ગામમાં એક જ કુંટુંબમાં બે લોકોના મોતથી શોકનો માહોલ છવાયો છે.













