એસઓજી ટીમની કાર્યવાહીમાં અન્ય એક શખ્સનું નામ ખુલતા તેની શોધખોળ હાથ ધરાઈ
મોરબી : મોરબી SOG ટીમે વીસીપરા વિસ્તારમાંથી ગેરકાયદેસર માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે એક વ્યક્તિને ઝડપી લઈ તેની સામે ગુનો દાખલ કરાવી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
SOG ટીમને ખાનગી બાતમી મળી હતી કે, વીસીપરા વિસ્તારનો રહેવાસી આરીફ આલમશા સૈયદ પોતાના એક્ટિવા ગાંજો લઈને વેચાણ કરવા નીકળનાર છે. જેના આધારે આરીફ સૈયદ તેના મોટરસાયકલ (GJ-36-AK-8212) પર પસાર થતાં તેને રોકીને તલાશી લેવામાં આવી હતી. તે દરમિયાન, વાહનની ડેકીમાંથી રૂ. ૧૩, ૮૭૦ની કિંમતનો ૧ કિલો ૩૮૭ ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. જે સહિત કુલ ૬૪,૩૭૦/- રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે આરીફ આલમશા સૈયદ (ઉ.વ.૩૨)ની ધરપકડ કરી છે. આ કેસમાં અનવર ઉર્ફે મનોજ ગુલામહુશેન સુમરા નામના આરોપીને પણ પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.
આ સફળ કામગીરી માં પી આઈ એન.આર.મકવાણા સહિત નો પોલોસ સ્ટાફ જોડાયેલ હતો











