મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર રોડ પર આવેલા રામકૃષ્ણનગર ખાતે આગામી તારીખ 3 સપ્ટેમ્બર ને બુધવારના રોજ જય અલખધણી મિત્ર મંડળ દ્વારા મંગાહરીના રામાપીરની રમેલનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમ નિમિત્તે 3 સપ્ટેમ્બરના રોજ સવારે 8 કલાકે થાંભલી મુહૂર્ત, ત્યારબાદ સવારે 8 કલાકે શોભાયાત્રા-રથયાત્રા નીકળશે, રામાપીરના મહંત રાજારામનાથજી બાપુના સામૈયા થશે. સાંજે 6 કલાકે મહારાણા પ્રતાપ સર્કલ ખાતેના રામેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાપ્રસાદનું આયોજન કરાયું છે. રાત્રે 8-30 કલાકે રામાપીરની રમેલ યોજાશે. જેમાં કલાકાર ઘેલાભાઈ રબારી ઉપસ્થિત રહેશે. તો આ રામાપીરની રમેલમાં ઉપસ્થિત રહેવા પ્રમુખ બાબુભાઈ કરોતરા અને ઉપપ્રમુખ રાહુલભાઈ સુરેલા સહિતનાઓ દ્વારા આમંત્રણ પાઠવાયું છે.











