Wednesday, April 8, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiવાંકાનેરના રૂપાવટી ગામે રામદેવપીના મંદિરે ભવ્ય લોક ડાયરાનું આયોજન

વાંકાનેરના રૂપાવટી ગામે રામદેવપીના મંદિરે ભવ્ય લોક ડાયરાનું આયોજન

ધજા દિઠે ઘણી સાંભળે દેવળ દિઠે દુઃખ જાય. દર્શન કરતા રામાપીરના પંડના પાપ મટી જાય !

વાંકાનેર : તાલુકાના રૂપાવટી ગામે શ્રી રામાપીરના મંદિર ખાતે ભવ્ય મહોત્સવ આગામી ભાદરવા સુદ ૧૦ ને મંગળવારને તા.૦૨.૦૯.૨૦૨૫ના દિવરો રાખેલ છે. તો આ શુભ અવસરે શ્રી રામદેતપીરના દર્શન તથા મહાપ્રસાદનો લાભ લેવા ભક્તોને રૂપાવટી ગ્રામજનો દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

તા. ૨ ને મંગળવારના રોજ મહોત્સવમાં ધજા ચઢાવવામાં આવશે તેમજ દેગ ચડાવવામાં આવશે તેમજ રામામંડળ રમશે સાથે જ ભવ્ય લોકડાયરાનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમમાં સંતો મહંતોના સામૈયા કરાશે તેમજ મહાપ્રસાદનું આયોજન કરાયું છે. આ ધાર્મિક પ્રસંગે મહંત ભરતદાસજી મહારાજ શ્રી રઘુનાથજી મંદિર વાંકાનેર , શ્રી વિસામણબાપુની જગ્યા પાળીયાદ ,મહંત દુર્ગાદાસજી મહારાજ લાલજી મહારાજની જગ્યા સાયલા , મહંત હરીરામ બાપુ સતરંગની જગ્યા તથા શ્રી રામદેવપીર મંદિર – રૂપાવટી સહિતના સંતો મહંતો મહોત્સવમાં ઉપસ્થિત રહેશે.

રાત્રિના ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સેજલબેન ગોંડલીયા (ભજનીક) ,ઝોરૂભાઈ ડોડીયા (હાસ્ય કલાકાર) , વર્ષાબેન તલસાણીયા (ભજનીક) , રાજુભાઈ સાકરીયા (ભજનીક)સહિત નામી કલાકારો સુરાવલી રેલાવશે. તો આ ધાર્મિક પ્રસંગે ધર્મપ્રેમી પ્રજાજનોને પધારવા સમસ્ત રૂપાવટી ગ્રામજનો દ્વારા આહ્વાન કરવામાં આવ્યું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments