Wednesday, April 8, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiટંકારાની ચકચારી આંગડીયા લૂંટના બનાવમાં સંચાલકને વધુ રૂ. 6.50 લાખ પરત અપાયા

ટંકારાની ચકચારી આંગડીયા લૂંટના બનાવમાં સંચાલકને વધુ રૂ. 6.50 લાખ પરત અપાયા

ટંકારા પોલીસે “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ હેઠળ લૂંટના ગુનામાં ગુમાવેલા નાણાં ફરીયાદીને પરત કર્યા છે. જેમાં પોલીસે રૂ. ૬,૫૦,૦૦૦ રિકવર કરીને ફરિયાદીને પરત સોંપ્યા છે.

૨૧ મે, ૨૦૨૫ના રોજ, રાજકોટના નીલેશભાઈ ભાલોડીની ટી. એન્ટરપ્રાઈઝ (ટીટેનીયમ) નામની આંગળીયા પેઢીના રૂ. ૯૦,૦૦,૦૦૦ લઈ રાજકોટથી મોરબી આવતા સમયે લૂંટ થઈ હતી. આરોપીઓએ તેમની XUV-300 ગાડીનો પીછો કરીને ટંકારાના ખજુરા રિસોર્ટના પાર્કિંગમાંથી લૂંટને અંજામ આપ્યો હતો. આ ગુનામાં કુલ ૯ આરોપીઓ સંડોવાયેલા હતા. ટંકારા પોલીસે તેમાંથી ૭ આરોપીઓની ધરપકડ કરી હતી. અગાઉ, પોલીસે રૂ. ૭૨,૫૦,૦૦૦ રિકવર કર્યા હતા, જે ફરિયાદીને પરત સોંપાયા હતા. ત્યારે હાલ પોલીસ દ્વારા બાકીના આરોપીઓ પાસેથી રૂ. ૬,૫૦,૦૦૦ની રકમ રિકવર કરવામાં આવી છે. જે ફરિયાદીને પરત આપવામાં આવી છે. આ સાથે, લૂંટાયેલા કુલ રૂ. ૯૦,૦૦,૦૦૦ માંથી કુલ રૂ. ૭૯,૦૦,૦૦૦ની રકમ રિકવર થઈને પરત મળી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments