વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની સફળ રજૂઆતને પગલે રાજ્ય સરકાર દ્વારા રૂ.10.10 કરોડના ખર્ચે ચાર રોડના કામોને મંજૂરી આપી છે. જે બદલ ધારાસભ્ય દ્વારા મુખ્યમંત્રીનો આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો છે.
ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા (1) કોઠીથી શોભલા મંદિરનો 1 કિમિ રોડ રૂ.150 લાખ, (2) લુણસરથી ગાંગીયાવદરનો 5 કિમિ રોડ રૂ.500 લાખ, (3) અમરગઢ એપ્રોચ રોડથી જોઈનીંગ રાજકોટ અમરગઢ રોડ ભીંચરી 1.30 કિમીનો રોડ રૂ.80 લાખ, (4) રતનપરથી વિજયનગરમો 3 કિમીનો રોડ રૂ. 280 લાખ મળી કુલ રૂ.10.10 કરોડના રોડના કામ મંજુર કરવામાં આવ્યા છે.











