Wednesday, April 8, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં હાઉસિંગ બોર્ડ કા રાજા ગણેશ મહોત્સવમાં આજે દિવ્યાંગ બાળકો ગણતપતિ બાપ્પાની...

મોરબીમાં હાઉસિંગ બોર્ડ કા રાજા ગણેશ મહોત્સવમાં આજે દિવ્યાંગ બાળકો ગણતપતિ બાપ્પાની આરતી કરશે

મોરબીના નવા હાઉસિંગ બોર્ડ ખાતે હાઉસિંગ બોર્ડ કા રાજા ગણેશ મહોત્સવમાં આજે રાત્રે 9:00 વાગ્યે દિવ્યાંગ બાળકો દાદા ની આરતી ઉતારશે અને ત્યારબાદ રાત્રે  9:30 વાગ્યે ખોડિયાર મેલડી મંડળ માતાજી ના અવનવા રાસ રજૂ કરશે.

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ન્યુ હાઉસિંગ બોર્ડ ખાતે હાઉસિંગ બોર્ડ કા રાજા નામના ગણેશ મહોત્સવનું સમસ્ત ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તાર દ્વારા અયોજન કરવામાં આવ્યું છે. જેમાં  દરરોજ વિધ્નહર્તાની પૂજા અર્ચના, આરતી કરીને આરાધના કરવામાં આવે છે. ત્યારે આજે આ હાઉસિંગ બોર્ડ કા રાજા  ગણેશ મહોત્સવમાં આજે રાત્રે દિવ્યાંગ બાળકો ના હસ્તે દાદા ની આરતી ઉતારવા માં આવશે અને ત્યારબાદ ખોડિયાર મેલડી મંડળ દ્વારા માતાજી ના અવનવા રાસ રજૂ કરવામાં આવશે. આ માતાજી ના રાસ મંડળ ને નિહાળવા દરેક ધર્મપ્રેમી જનતાને ભાવભીનું નિમંત્રણ પાઠવ્યું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments