Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMaliya Miyanaરાષ્ટ્રીય ખેલ દિવસ નિમિતે મોરબીની યુ. એન. મહેતા આર્ટસ કોલેજ ખાતે કાર્યક્રમ...

રાષ્ટ્રીય ખેલ દિવસ નિમિતે મોરબીની યુ. એન. મહેતા આર્ટસ કોલેજ ખાતે કાર્યક્રમ યોજાયા

મોરબીની યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજ ખાતે 29 અને 30 ઓગસ્ટ 2025ના બે દિવસ રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પ્રથમ દિવસે કોલેજના વિદ્યાર્થીઓએ વિવિધ પરંપરાગત રમતો રમી હતી. અને બીજા દિવસે સેમિનાર હોલમાં રમતગમત સંદર્ભે વક્તવ્યો અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે બેડમિન્ટન સ્પર્ધામાં બીજા- ત્રીજા ક્રમે આવેલ વિદ્યાર્થીઓને સન્માનવાનો કાર્યક્રમ યોજાયો હતો.

રમતગમત વિભાગના કોઓર્ડીનેટર ડો. નાજાભાઈ કોડીયાતરે વિવિધ રમતો તેમજ મેજર ધ્યાનચંદની જન્મજયંતીએ નિમિત્તે અનેકવિધ માહિતીઓ પર પ્રકાશ પાડ્યો. વિદ્યાર્થીની પરમાર વૈશાલી જેમણે સાયકલિંગ ક્ષેત્રે તેમજ ઉંચી કુદ, લાંબી કુદ જેવી અનેક રમતગમતમાં રાષ્ટ્રીય કક્ષાએ ક્રમાંક મેળવ્યો છે. વિવિધ રમતોમાં ગોલ્ડ મેડલ તેમજ સિલ્વર મેડલ પણ પ્રાપ્ત કરેલ છે. તેમજ ગિરનાર આરોહણ સ્પર્ધામાં પણ તેમનું સિલેક્શન થયું છે. તેમણે પોતાના રમતગમતના રોમાંચક અનુભવો વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કર્યા. ત્યારબાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે રાજ્યકક્ષાની બેડમિન્ટન સ્પર્ધા યોજાયેલ જેમાં વિદ્યાર્થી ચિરાગ ચૌહાણ તેમજ અમુલ ચૌહાણ બંને ભાઈઓએ અનુક્રમે દ્વિતીય તેમજ તૃતીય ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો. ચિરાગે પોતાના રમતગમતના અનુભવો રજૂ કર્યા હતા. ત્યારબાદ બંને ભાઈઓને ટ્રોફી અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

ડૉ.રેખાબેન કચોરીયાએ પણ રમતગમત વિશેના ફાયદાઓ વિદ્યાર્થીઓને જણાવ્યા હતા. આચાર્ય ડો. રામભાઈ વારોતરીયાએ અધ્યક્ષ સ્થાનેથી પ્રવચન આપ્યું હતું. વિજેતા વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી. વારંવાર આવી રમતગમતોના આયોજન થાય તેવી ઈચ્છા પણ વ્યક્ત કરી. તેમજ અનેકવિધ રમતગમતની સ્પર્ધાઓમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ભાગ લે તે માટે અધ્યાપકો અને વિદ્યાર્થીઓ બંનેને પ્રોત્સાહિત કર્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ .કવિતાબા ઝાલાએ કર્યું હતું. સમગ્ર સ્ટાફગણે કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments