Wednesday, March 25, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના સીરામીક ઉદ્યોગપતિને બ્લેકમેલ કરી આપઘાત કરવા મજબૂર કરનાર પ્રેમિકાની ધરપકડ

મોરબીના સીરામીક ઉદ્યોગપતિને બ્લેકમેલ કરી આપઘાત કરવા મજબૂર કરનાર પ્રેમિકાની ધરપકડ

મોરબી: રવાપરમાં રહેતા સિરામિક ઉદ્યોગપતિએ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો, આ બનાવમાં એ ડિવિઝન પોલીસે બ્લેકમેલ કરી પૈસા પડાવી લેનાર પ્રેમિકા તથા તેના મિત્રની ધરપકડ કરી હાલ બંનેને જેલહવાલે કર્યા છે.

મળતી માહિતી મુજબ મોરબીના રવાપરની લક્ષ્મીનારાયણ સોસાયટીમાં આવેલા એકતા પેલેસમાં રહેતા અશોકભાઈ નાનજીભાઈ પાડલીયા કે જેવો લખધીરપુર રોડ ઉપર આવેલ ગ્લેર સીરામીકના પાર્ટનર હતા, તેઓએ તારીખ 11 ઓગસ્ટના રોજ બપોરે  ઝેરી દવા પીધી હતી, જેમાં તેમનું મૃત્યુ થયું હતું, મૃતક અશોકભાઈએ સુસાઇડ નોટમાં છ લોકોના ત્રાસથી આપઘાતનું પગલું ભર્યું હોવાનો ઉલ્લેખ કર્યો હતો, એ ડિવિઝન પોલીસે મૃતકના સાળા તથા તેમના બનેવી પ્રકાશભાઈ કુંવરજીભાઈ ભાડજાની ફરિયાદ ઉપરથી અમિતભાઈ વશરામભાઈ ચારોલા, ભાવેશભાઈ બાબુભાઈ, મનસુખભાઈ દેત્રોજા, મનોજભાઈ પ્રકાશભાઈ સાણદિયા, આ ચારેય પાર્ટનર તથા અમદાવાદના રાણીપમાં રહેતા મનીષાબેન કિરણભાઈ ગોહિલ અને અર્ચિત મહેતા વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો હતો,

જેમાં પોલીસે મનીષાબેન અને અર્ચિતભાઈ મહેતાની ધરપકડ કરી જેલ હવાલે કર્યા છે, મૃતકને મનીષાબેન સાથે પ્રેમ સંબંધ હોય તેઓએ અને સાથે તેમના મિત્ર અર્ચિત મહેતાએ બ્લેકમેલ કરી 70થી 80 લાખ પડાવ્યા હતા.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments