Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiસાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન મોરબી ખાતે ફરજ બજાવતા P.S.I. Y. P. Vyas...

સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન મોરબી ખાતે ફરજ બજાવતા P.S.I. Y. P. Vyas ની પુત્રી સિદ્ધિ વ્યાસનો કુસ્તીમાં ડંકો : રાજ્ય કક્ષાએ સાતમો ગોલ્ડ મેડલ મેળવ્યો

(મયુર રાવલ હળવદ)

પિતા વાય.પી.વ્યાસની પ્રેરણાથી સિદ્ધિની એક પછી એક સિદ્ધિએ સમગ્ર પંથકને ગૌરવ અપાવ્યું,હવે નેશનલ રમશે

મોરબી સાયબર પોલીસ મથકના પીએસઆઈ વાય.પી.વ્યાસની લાડકવાયી દીકરી સિદ્ધિ વ્યાસે કુસ્તીમાં સમગ્ર રાજ્યમાં ડંકો વગાડી રહી છે.તેને રાજ્યકક્ષાએ સાતમી વાર ગોલ્ડ મેડલ મેળવી સમગ્ર મોરબી પંથકનું ગૌરવ વધાર્યું છે.

પીએસઆઈ વાય.પી.વ્યાસ અને તેમના પત્ની બીનાબેન વ્યાસની સુપુત્રી સિદ્ધિ હાલ એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજમા એનવાયરોમેનટ એન્જિનિયરિંગમા અભ્યાસ કરે છે.છેલ્લા 8 વર્ષથી તે કુસ્તી રમે છે.તેને સાત વાર રાજ્ય કક્ષાએ ગોલ્ડ મેડલ મેળવેલ છે.અને પાચ વખત નેશનલ કક્ષાએ ભાગ લીધેલ છે.હાલ તેમને સ્ટેટ કુસ્તી ચેમ્પિયનશીપ ઓફ GTUમાં વાપી ખાતે ભાગ લઇ ગોલ્ડ મેડલ મેળવી સમગ્ર પંથકનું નામ રોશન કરેલ છે. આગામી સમયમાં તેઓ નેશનલ ગેમ્સ રમવા જવાના છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments