મોરબીના નેશનલ હાઈવે પર ટ્રાફિકજામની સમસ્યા દરરોજની સમસ્યા બની ગઈ છે. અવાર નવાર નેશનલ હાઈવે પર ટ્રાફિકજામ સર્જાય છે. જેના કારણે વાહનચાલકોને આર્થિક નુકસાન અને સમયનો વ્યય થઈ રહ્યો છે. ત્યારે આજે નેશનલ હાઈવે પર એક ટ્રક બંધ પડી જતાં ભારે ટ્રાફિકજામ સર્જાયો છે. જેના કારણે લાલપરથી શક્તિ ચેમ્બર સુધી વાહનોની લાંબી લાઈન જોવી મળી છે. અનેક વાહનો ટ્રાફિકજામમાં ફસાયા છે.











