Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરUncategorizedમોરબી જીલ્લા પોલીસ દ્વારા ફિટ ઇન્ડિયા મુવમેન્ટ અને નેશનલ સ્પોર્ટ્સ ડે નિમિત્તે...

મોરબી જીલ્લા પોલીસ દ્વારા ફિટ ઇન્ડિયા મુવમેન્ટ અને નેશનલ સ્પોર્ટ્સ ડે નિમિત્તે વિવિધ રમતો યોજાઈ

વોલીબોલ ટૂર્નામેન્ટ અને ટગ ઓફ વોર (રસ્સા ખેંચ) જેવી સ્પર્ધાઓમાં વિજેતા અધિકારીઓ અને કર્મચારીઓને સન્માનિત કરાય

મોરબી : મોરબી જિલ્લા પોલીસ દ્વારા ફિટ ઇન્ડિયા મુવમેન્ટ અને નેશનલ સ્પોર્ટ્સ ડે નિમિત્તે વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ હેડક્વાર્ટર, મકનસર ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં વોલીબોલ ટૂર્નામેન્ટ અને ટગ ઓફ વોર (રસ્સા ખેંચ) જેવી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સ્પર્ધાઓમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમના અંતે પોલીસ અધિક્ષક દ્વારા વિજેતા અને ઉપ-વિજેતા ટીમોને ટ્રોફી આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં શાળાના બાળકો પણ રમતોમાં ભાગ લે તે હેતુથી પોલીસ હેડક્વાર્ટર ખાતે આશરે 200 જેટલા વિદ્યાર્થીઓએ વિવિધ રમતોમાં ભાગ લેવડાવ્યો હતો. તેમને રમતગમતના મહત્વ અને શારીરિક તંદુરસ્તી જાળવવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ બાળકોએ ભવિષ્યમાં શારીરિક રીતે સક્રિય રહેવાના શપથ પણ લીધા હતા.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments