મોરબી : મોરબીમાં હાઉસિંગ બોર્ડ ખાતે હાઉસિંગ બોર્ડ કા રાજા ગણેશ મહોત્સવનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. દરરોજ વિવિધ ધાર્મિક કાર્યક્રમો અને વિવિધ લોકોના હસ્તે આરતી કરાવવામાં આવી રહી છે. ત્યારે હાઉસિંગ બોર્ડ કા રાજા ગણેશ મહોત્સવમાં ચોથા દિવસે ભારતીય સેનાના પૂર્વ જવાનોએ ગણપતિ દાદાના દર્શન કરીને આરતી કરી હતી. સાથે જ હાઉસિંગ બોર્ડ કા રાજા ગણેશ મહોત્સવ સમિતિ દ્વારા તમામ પૂર્વ સૈનિકોને સન્માનિત કરવામાં આવ્યા હતા.

















