મોરબી : મિશન નવભારત સૌરાષ્ટ્ર પ્રાંતના અધ્યક્ષ અમૂલભાઈ જોષી તરફથી બંધુનગર પ્રાથમિક શાળાના બાળકોને જાદુનો શો બતાવવામાં આવ્યો હતો. મિશન નવભારત સંગઠનની વિચારધારા મુજબ બાળ વિકાસ એટલે રાષ્ટ્ર વિકાસ. બંધુનગર પ્રાથમિક શાળા ખાતે મિશન નવભારત સૌરાષ્ટ્ર પ્રાંતના અધ્યક્ષ અમૂલભાઈ જોષી તરફથી આજે તમામ બાળકોને જાદુનો શો રીસેસ સમય દરમ્યાન દર્શાવવામાં આવ્યો હતો. જાદુ નો શો એ મનોરંજન ઉપરાંત એક સ્કીલ, કૌશલ્ય કે કળા છે જે જાદુગર રાજેશભાઈ તરફથી સુંદર રીતે સમજાવવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના રાષ્ટ્ર વિકાસના ધ્યેયમાં આવનારી પેઢી કૌશલ્ય અને ટેકનિકથી વાકેફ થાય એવો સંગઠનનો કાયમ હેતુ રહેશે.













