Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiસાસંદ વિનોદભાઈ ચાવડાએ મોરબીના વિવિધ ગણેશ પંડાલોમાં હાજરી આપી

સાસંદ વિનોદભાઈ ચાવડાએ મોરબીના વિવિધ ગણેશ પંડાલોમાં હાજરી આપી

મોરબીના દરેક વિસ્તારમાં નાના-મોટા પંડાલોમાં આયોજિત ગણેશ મહોત્સવમાં વિવિધ ભક્તિસભર કાર્યક્રમોથી લોકો ગણપતિ બાપ્પાની ભક્તિમાં લીન થયા છે. ત્યારે કચ્છ-મોરબી સાસંદ વિનોદભાઈ ચાવડાએ પણ મોરબીના વિવિધ ગણેશ પંડાલોમાં હાજરી આપી હતી.

જેમાં સાસંદ વિનોદભાઈ ચાવડાએ મોરબી મધ્યે હાઉસિંગ બોર્ડ ખાતે આયોજીત ગણેશ મહોત્સવ, મોરબી શહેર ભા.જ.પા ના મહામંત્રી ભાવેશભાઈ કંઝારિયાના નિવાસસ્થાને બિરાજમાન વિઘ્નહર્તા શ્રી ગણપતિ બાપા, મોરબી ખાતે સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવ, પટેલ ગ્રુપ દ્વારા આયોજીત શ્રી ગણપતિ મહોત્સવ સહિતનાં હાજરી આપી ગણપતિ બાપ્પાના દર્શન કરીને આરતી ઉતારી હતી. આ તકે દરેક ગણેશ મહોત્સવમાં સાસંદ વિનોદભાઈ ચાવડાનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ તકે તેમની સાથે પુર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા, ટંકારા-પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઈ રાજકોટીયા, પશ્ચિમ ક્ષેત્ર સંઘ ચાલકજી જયંતિભાઈ ભાડેસિઆ, મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘી, ઉપપ્રમુખ હીરાભાઈ ટમારિયા, મોરબી શહેર પ્રમુખ રિષિપ કૈલા, જયદિપ પટેલ, ભુપતભાઈ જારિયા, નિરજભાઈ ભટ્ટ, જયરાજસિંહ જાડેજા, વિશાલભાઈ ઘોડાસરા, રાકેશભાઈ કાવર, રવિભાઈ સનાવડા સહિતનાએ પણ બાપ્પાના દર્શન કરીને આરતીનો લાભ લીધો હતો.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments