મોરબી શહેરના ત્રાજપર, માળીયા ફાટક અને વીસીપરા વિસ્તારમાં સીટી બી ડિવિઝન પોલીસે અલગ અલગ ચાર દરોડા પાડી જાહેરમાં તીનપતિ અને નોટ નંબરીનો જુગાર રમતા નવ આરોપીઓને ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.
પ્રથમ દરોડામાં ત્રાજપર મેઈન રોડ ઉપર જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી સુનિલ અવચરભાઈ બારૈયા અને રમેશભાઈ ઉર્ફે ધારો ગોપાલભાઈ ટીડાણીને પોલીસે રૂ.720 રોકડા સાથે તીનપતિ રમતા ઝડપી લીધા હતા.જ્યારે બીજા દરોડામાં ત્રાજપર ચોકડી પાસે જાહેરમાં જુગાર રમતા આરોપી મયુરભાઈ ભરતભાઇ રંગપરા અને સંજય ઉર્ફે ચનો સવજીભાઈ કુંવરિયાને પોલીસે રોકડા રૂ.800 સાથે તીનપતિ રમતા ઝડપી લીધા હતા.
ત્રીજા દરોડામાં પોલીસે માળીયા ફાટક બ્રિજ નીચે જાહેરમાં નોટ નંબરીનો જુગાર રમી રહેલા આરોપી વિજયભાઈ બાબુભાઇ હમીરપરા અને આરોપી મુનાભાઈ બાબુભાઇ રાઠોડને રોકડા રૂપિયા 300 સાથે ઝડપી લીધા હતા. તેમજ ચોથા દરોડામાં વીસીપરા સ્મશાન પાસે જાહેરમાં તીનપતિ રમી રહેલા આરોપી ચેતન તુલસીભાઈ હળવદીયા, સાગર ચતુરભાઈ દારોદરા અને આરોપી અશ્વિનભાઈ કિશનભાઈ હળવદિયાને રોકડા રૂપિયા 1200 સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.








