Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiન્યુ હાઉસિંગ બોર્ડ કા રાજામાં જાણીતી ચામુંડા આહીર રાસ મંડળીએ પ્રાચીન રાસની...

ન્યુ હાઉસિંગ બોર્ડ કા રાજામાં જાણીતી ચામુંડા આહીર રાસ મંડળીએ પ્રાચીન રાસની બોલાવી રમઝટ

મોરબી : મોરબીના શનાળા ઉપર આવેલ ન્યુ હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં સમગ્ર વિસ્તારવાસીઓ દ્વારા ન્યુ હાઉસિંગ બોર્ડ કા રાજા’ નામના ગણેશોત્સવનું ભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દરરોજ દુંદાળા દેવની આરતી પૂજા સાથે આરાધના કરવામાં આવે છે. તેમજ ભક્તિસભર અને સૌરાષ્ટ્રની ભાતીગળ પરંપરાને ઉજાગર કરતા લોક સાંસ્કૃતિક અને સામાજિક કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. ત્યારે ગઈકાલે રાત્રે આ ગણેશ મહોત્સવમાં પ્રખ્યાત ચામુંડા આહીર રાસ મંડળીને ખાસ રસોસત્વ માટે આમંત્રિત કરવામાં આવી હતી અને આ રાસ મંડળીના તમામ સભ્યોએ પ્રાચીન વેશભૂષામાં સજ્જ થઈ આહીર સંસ્કૃતિને ઉજાગર કરતા જુદા જુદા પ્રાચીન રાસોની રમઝટ બોલાવી હતી. જેનો મોટી સંખ્યા લોકોએ લાભ લીધો હતો.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments