Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી જિલ્લામાં હવે ઇમરજન્સી સેવા માટે 10 નવી 112 વાન ફાળવાઇ

મોરબી જિલ્લામાં હવે ઇમરજન્સી સેવા માટે 10 નવી 112 વાન ફાળવાઇ

મોરબી અને હળવદ પોલીસ સ્ટેશનમાં 2-2 અને અન્ય પોલીસ સ્ટેશનમાં 1-1 વાન કાર્યરત રહેશે

મોરબી : તમામ ઈમરજન્સી નંબરને બંધ કરીને હવે કોઈપણ આકસ્મિક સમયે નાગરિકોને મદદ મેળવવા માટે 112 નંબર સમગ્ર ગુજરાતમાં કાર્યરત કરવામાં આવ્યો છે ત્યારે મોરબી જિલ્લાને 10 નવી 112 વાન ફાળવવામાં આવી છે.

આ અંગે માહિતી આપતા મોરબી જિલ્લા પોલીસ વડા મુકેશકુમાર પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા તમામ આકસ્મિક નંબરોના બદલે હવે 112 જન સંપર્ક અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે. જેમાં મોરબી જિલ્લાના 10 નવા જનસંપર્ક વાહન ફાળવવામાં આવ્યા છે. આ વાહનો મોરબી જિલ્લાના દરેક પોલીસ સ્ટેશનમાં નિર્ધારિત જગ્યાએ સ્ટેન્ડ ટુ રહેશે. જેમાં મોરબી અને હળવદ પોલીસ સ્ટેશનમાં બે-બે વાન અને અન્ય દરેક પોલીસ સ્ટેશનમાં 1-1 વાન સ્ટેન્ડ ટુ રહેશે. આ 112 વાનમાં એક ડ્રાઈવર અને બે પોલીસ કર્મચારી રહેશે અને રાઉન્ડ ધ ક્લોક સેવા બજાવશે. જીઓ ફેન્સિંગ અને જીઓ લોકેશનના આધારે સેવા પૂરી પાડવામાં આવશે. લોકો 112 પર ફોન કરશે તો તુરંત જ આ વાન દ્વારા નજીકની વાન કે પીસીઆરને મેસેજ પહોંચાડવામાં આવશે. સાથે જ પોલીસ વડાએ જણાવ્યું હતું કે, મોરબીની જનતા 112 નંબર સેવ કરી લે અને કોઈપણ સેવા માટે આ નંબરનો ઉપયોગ કરે. હાલ પૂરતી પીસીઆર વાન પણ સેવારત રહેશે તેમ તેમણે જણાવ્યું હતું.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments