મોરબી : મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ન્યુ હાઉસિંગ બોર્ડ ખાતે હાઉસિંગ બોર્ડ કા રાજા નામના ગણેશ મહોત્સવનું સમસ્ત ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તાર દ્વારા અયોજન કરવામાં આવ્યું છે. જેમાં દરરોજ વિધ્નહર્તાની પૂજા અર્ચના, આરતી કરીને આરાધના કરવામાં આવે છે. ત્યારે આ ન્યુ હાઉસિંગ બોર્ડ કા નામના ગણેશ મહોત્સવમાં આજે રાત્રે સાળગપુર ધામ ગઢપુર ધામના આર્યન ભગન ગણપતિ બાપ્પાના દર્શનાર્થે પધારશે. તેથી આજે રાત્રે આર્યન ભગત અને જુનિયર કલાકારોના મિમિક્રી શો એમ બે કાર્યક્રમનો દરેક લોકોને લાભ લેવા ભાવભીનું નિમંત્રણ પાઠવ્યું છે.











