વાંકાનેરથી બોલેરો ગાડીમાં બળદ ભરી માળીયા મિયાણા તરફ લઈ જવામાં આવી રહયા હોવાની બાતમીને આધારે મોરબીના ગૌસેવકોએ વોચ ગોઠવી પોલીસની મદદથી વાવડી ચોકડી પાસેથી બે બળદ સાથેની બોલેરો ગાડી ઝડપી લઈ કતલખાને લઇ જતા બન્ને વિરુદ્ધ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તરફથી બોલેરો ગાડીમાં ક્રૂરતા પૂર્વક બાંધી બળદને માળીયા મિયાણા તરફ લઈ જવામાં આવી રહ્યા હોવાની માહિતીના આધારે ગૌસેવકોએ સીટી એ ડિવિઝન પોલીસની મદદથી વોચ ગોઠવતા મોરબી શહેરની વાવડી ચોકડી પાસેથી જીજે – 10 – ટીએક્સ – 2590 નંબરની બોલેરો પસાર થતા વાહન ચેક કરતા વાહનમાંથી બે જીવિત બળદ મળી આવ્યા હતા. આ બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ગૌસેવક હિતરાજસિંહ હરુભા પરમારની ફરિયાદના આધારે બોલેરો ચાલક વાઘજીભાઈ નાનજીભાઈ તલવાડિયા, નાથાભાઇ જસમતભાઈ તલવાડિયા રહે.બન્ને ચાચાપર મોરબી તેમજ બળદ ભરી દેનાર રાજેશભાઇ રામભાઈ બાવરિયા રહે.ઘીયાવડ તા.વાંકાનેર તેમજ બળદ જ્યાં ઉતારવા જતા હતા તે વ્યક્તિના મોબાઈલ નંબરને આધારે ચાર આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી 4.50 લાખની બોલેરો કબ્જે કરી બન્ને બળદના જીવ બચાવી લેવામાં આવ્યા હતા.











