મોરબી જલારામ ધામ ખાતે આવતીકાલે ૪ તારીખે ધુંટું ગામના સ્વ.રણછોડભાઈ જીવરાજભાઈ કૈલા તથા સ્વ.લક્ષ્મીબેન રણછોડભાઈ કૈલા પરિવારના સહયોગથી વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે. અત્યાર સુધીના ૪૭ કેમ્પમા કુલ ૧૩૫૦૩ લોકોએ લાભ લીધો તેમજ ૬૧૩૪ લોકોના વિનામુલ્યે સફળ નેત્રમણી ઓપરેશન થયા છે.
સમગ્ર ગુજરાતની નંબર ૧ આંખની હોસ્પીટલ રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, જલારામ ધામ-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીનાની ૪ તારીખે શહેરના જલારામ ધામ, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે યોજાશે. જે અંતર્ગત તા.૪-૯-૨૦૨૫ ગુરુવારના રોજ સવારે ૯ થી ૧૨ કલાક દરમિયાન ઘુંટું ગામના સ્વ.રણછોડભાઈ જીવરાજભાઈ કૈલા તથા સ્વ.લક્ષ્મીબેન રણછોડભાઈ કૈલા પરિવારના સહયોગથી કેમ્પ યોજાશે. જેમા રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલના ડો.બળવંતભાઈ, ડો.સુદામા, હેમુભાઈ પરમાર, નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખના દર્દી ઓ ની તપાસ કરવામા આવશે તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનુ સારામા સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્ર મણી) સાથે વિનામુલ્યે ઓપરેશન કરવામા આવશે. ઓપરેશન માટે રાજકોટ જવા-આવવાની વ્યવસ્થા તથા રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, ટીપા વગેરે સુવિધા વિનામુલ્યે સંસ્થા દ્વારા વ્યવસ્થા કરવામા આવી રહી છે. દર મહીનાની ૪ તારીખે આ કેમ્પ યોજાશે. કેમ્પનો લાભ લેવા માટે એડવાન્સ બુકીંગની કોઈ આવશ્યતા નથી. કેમ્પમા તપાસ માટે દર્દી નુ આધાર કાર્ડ સાથે રાખવુ અનિવાર્ય છે. વધુ માહીતી માટે ગીરીશભાઈ ઘેલાણી-૯૮૨૫૦૮૨૪૬૮, નિર્મિતભાઈ કક્કડ-૯૯૯૮૮૮૦૫૮૮, હરીશભાઈ રાજા-૯૮૭૯૨૧૮૪૧૫, અનિલભાઈ સોમૈયા-૮૫૧૧૦૬૦૦૬૬ પર સંપર્ક કરવા સંસ્થાએ યાદીમા જણાવ્યુ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગત ૪૭ માસ દરમિયાન યોજાયેલ કેમ્પમા કુલ ૧૩૫૦૩ લોકોએ લાભ લીધો હતો તેમજ ૬૧૩૪ લોકોના વિનામુલ્યે નેત્રમણીના સફળ ઓપરેશન થયા હતા.










