Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી ક્રાઈમ બ્રાંચે રવિરાજ ચોકડી નજીક રૂ.8.80 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો

મોરબી ક્રાઈમ બ્રાંચે રવિરાજ ચોકડી નજીક રૂ.8.80 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો

મોરબી ક્રાઈમ બ્રાંચે રવિરાજ ચોકડી નજીક ગુરુકુળ જવાના રસ્તા પર આવેલ બંધ ભરડિયાના ગ્રાઉન્ડમાંથી સુરેશ મારવાડી નામના શખ્સે વિદેશી દારૂનો જથ્થો ઉતાર્યો હોવાની બાતમીને આધારે દરોડો પાડી વિદેશી દારૂ અને બિયરનો રૂપિયા 8,80,.800નો જથ્થો ઝડપી લીધો હતો. જો કે, દરોડા દરમિયાન આરોપીઓ હાજર મળી આવ્યા ન હતા.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી ક્રાઈમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે આરોપી સુરેશ મારવાડી નામના વ્યક્તિ અને તેના સાથીદારો દ્વારા રવિરાજ ચોકડી પાસે આવેલ બંધ પડેલા ભરડીયામાં વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઉતાર્યો છે. જે બાતમીને આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે દરોડો પાડતા બનાવ સ્થળેથી બ્લેંડર્સ પ્રાઇડ, સ્ટર્લીંગ રીઝર્વ, 8 પી.એમ., ગ્લોબસ ગ્રીન, ગ્રીન લેબલ, રોયલ ક્લાસીક અને કિંગફિશર બિયર મળી કુલ રૂપિયા 8,80,800ની કિંમતની વિદેશી દારૂની 732 બોટલ, 144 નંગ 180 મીલી માપના પુઠાના દારૂના પાઉચ તેમજ 120 બિયરમાં ટીન કબ્જે કર્યા હતા. જો કે, દરોડા દરમિયાન આરોપી સુરેશ મારવાડી અને તેના બે અજાણ્યા સાથીદારો પોલીસના હાથમાં ન આવતા ત્રણેય આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરવામાં આવ્યો હતો.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments