Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી જલારામ ધામ દ્વારા દફતરી શેરી કા રાજામાં દરેક ભક્તજનો માટે પ્રસાદ...

મોરબી જલારામ ધામ દ્વારા દફતરી શેરી કા રાજામાં દરેક ભક્તજનો માટે પ્રસાદ યોજાયો

મોરબી : મોરબી જલારામ ધામ દ્વારા શ્રી રાજ શક્તિ સેવા સંગઠન આયોજીત દફતરી શેરી કા રાજા ગણેશ મહોત્સવમાં દરેક ભક્તજનો માટે લાઈવ પ્રસાદનું આયોજન કરાયું હતું. આ ગણેશ મહોત્સવના આયોજક પૂર્વ નગરપતિ અનોપસિંહજી જાડેજા તથા તેની સમગ્ર ટીમને જલારામ ધામના અગ્રણીઓ દ્વારા બિરદાવવામાં આવ્યા હતા.

મોરબી શહેરના દફતરી શેરી ખાતે પ્રતિવર્ષની જેમ પ્રવર્તમાન વર્ષે પણ શ્રી રાજ શક્તિ સેવા સંગઠન દ્વારા “દફતરી શેરી કા રાજા” ગણેશ મહોત્સવનુ ભવ્ય તથા દિવ્ય એવુ જાજરમાન આયોજન કરવામાં આવ્યુ છે ત્યારે વિવિધ પ્રકારની માનવ સેવા પ્રદાન કરતા મોરબી જલારામ ધામ દ્વારા ગણપતિજી મહારાજને મોદક પ્રસાદ ધરવામાં આવ્યો હતો. તે ઉપરાંત દરેક ભક્તજનો માટે લાઈવ પ્રસાદ નુ અનેરૂ આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં બહોળી સંખ્યામાં ભક્તજનોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો.

આ તકે દફતરી શેરી કા રાજા ગણેશ મહોત્સવના આયોજક પૂર્વ નગરપતિ અનોપસિંહજી જાડેજા, આશિષસિંહજી જાડેજા તથા શ્રી રાજ શક્તિ સેવા સંગઠનની સમગ્ર ટીમ દ્વારા મોરબી જલારામ ધામ ના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા, કીશોરભાઈ ચંડીભમર, ભાવીનભાઈ ઘેલાણી, નિર્મિતભાઈ કક્કડ, ચિરાગભાઈ રાચ્છ, કીશોરભાઈ ઘેલાણી, અનીલભાઈ ગોવાણી, પારસભાઈ ચગ, સુનિલભાઈ પુજારા, નીરવભાઈ હાલાણી, જયંતભાઈ રાઘુરા, મનોજભાઈ ચંદારાણા, પપ્પુભાઈ ચંડીભમર, વિપુલભાઈ પંડિત, નરેન્દ્રભાઈ પાઉ, સંજયભાઈ હીરાણી, અમિતભાઈ પોપટ, હિતેશભાઈ જાની, કીશનભાઈ પાઉ સહીતનાઓનું અભિવાદન કરી સેવાને બિરદાવી હતી.

સંસ્થાના અગ્રણીઓ દ્વારા આરતી ઉતારી ગણપતિજી મહારાજની આરાધના કરાઈ હતી. તે ઉપરાંત દફતરી શેરી કા રાજા ગણેશ મહોત્સવના અનોપસિંહજી જાડેજા સહીતના આયોજકોને અલૌકીક આયોજન બદલ અભિનંદન સહ શુભકામનાઓ પાઠવી હતી.

આ તકે મોરબી નગરપાલીકાના પૂર્વ ઉપપ્રમુખ જયરાજસિંહજી જાડેજા, અમૂલભાઈ જોશી સહીતના અગ્રણીઓએ ઉપસ્થિત રહી મહાઆરતીનો લાભ લીધો હતો.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments