Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiહળવદના સુંદરી ભવાની ગામે બે મોઢા સાથેની પાડીનો જન્મ થતા ભારે કુતુહલ

હળવદના સુંદરી ભવાની ગામે બે મોઢા સાથેની પાડીનો જન્મ થતા ભારે કુતુહલ

હળવદ તાલુકાના સુંદરી ભવાની ગામે આજે એક અજીબોગરીબ ઘટના સામે આવી છે. જેમાં ભેંસે બે મોઢાવાળી પાડીને જન્મ આપતા લોકોમાં ભારે કુતુહલ જાગ્યું હતું. તેથી આ બે મોઢાવાળી પાડીને જોવા માટે લોકો ઉમટી પડ્યા હતા.

હળવદ તાલુકાના સુંદરી ભવાની ગામે રહેતા ગોપાલભાઈ તેજાભાઈ કોળીની ભેંસને આજે બે મોઢાવાળી પાડી જન્મી હતી. જેથી હાજર તમામ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. અત્રે નોંધનીય છે કે, થોડા દિવસ પહેલા બાજુના સરંભડા ગામે પણ બે મોઢાસાથે વાછરડીનો જન્મ થયો હતો. જેથી લોકોમાં તરેહ તરેહની ચર્ચા જાગી છે. જ્યારે આ બાબતે પશુ નિરીક્ષક એફ.એસ સોઢાએ જણાવ્યું હતું કે, બે મોઢા કે પાંચ પગ, છ પગ કે પછી ત્રણ પગ કે પછી બે પૂંછડી, તો ક્યારેક વિકૃત મોઢાવાળા બચ્ચા પાલતું પશુઓને જન્મતા હોય છે. આ એક જનીનીક ખામી હોય શકે છે. પશુના ગર્ભાશયમાં બચ્ચાનો વિકાસ થતો હોય ત્યારે કોઈ કારણોસર જનીનીક ખામી સર્જવાથી આવા વિકૃત બચ્ચા જન્મતા હોય છે અને મોટાભાગના આવા બચ્ચા થોડા સમયમાં મૃત્યુ પણ પામતા હોય છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments