Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીની મહેન્દ્રનગર ચોકડી નજીકથી બે શખ્શો વિદેશી દારૂની બોટલ સાથે ઝડપાયા

મોરબીની મહેન્દ્રનગર ચોકડી નજીકથી બે શખ્શો વિદેશી દારૂની બોટલ સાથે ઝડપાયા

મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મહેન્દ્રનગર ચોકડી નજીક બે અલગ અલગ દરોડામાં બે શખ્સોને વિદેશી દારૂની એક – એક બોટલ સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

પ્રથમ દરોડામાં સીટી બી ડિવિઝન પોલીસે મહેન્દ્રનગર ચોકડી પાસે આવેલ પેટ્રોલપંપ નજીકથી આરોપી રાજેશભાઇ ઉર્ફે રાજુભાઇ મમુભાઈ અખિયાણી ઉ.31 રહે.સિરામિક સીટી નામના શખ્સને વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 1400 સાથે ઝડપી લીધો હતો.જ્યારે બીજા દરોડામાં પોલીસે મહેન્દ્રનગર ચોકડી પાસે આવેલ રજવાડી ટી સ્ટોલ પાસેથી આરોપી કરણભાઈ ઉર્ફે રવિ ભોજાભાઈ પરમાર ઉ.20 રહે.સરાણીયા વાસ, શક્તિ ચેમ્બર પાસે મોરબી વાળાને વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 1800 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments