Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરAvsannondh & BesnuMorabiપુર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ મોરબીના વિવિધ ગણેશ પંડાલોમાં ધર્મલાભ લીધો

પુર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ મોરબીના વિવિધ ગણેશ પંડાલોમાં ધર્મલાભ લીધો

મોરબી મ-માળીયા (મીં) વિસ્તારના પૂર્વ ધારાસભ્યશ્રી અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાએ મોરબીમાં – માળીયા (મીં) વિસ્તારમાં વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ જુદા-જુદા સ્થળોએ ગણેશજીના પંડાલમાં દર્શન કરી આરતીમાં ભાગ લઈ પાવનતા અનુભવી હતી. માધાપર પીએમશ્રી કન્યા અને કુમાર શાળામાં ઉપસ્થિત રહી “હમારા વિધ્યાલય હમારા સ્વાભિમાન” અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. ઉપસ્થિત શિક્ષક, શિક્ષિકાઓ અને વિધાર્થીઓને સપથ લેવડાવામાં આવ્યા હતા તેમજ શિક્ષણ અંગે ભૂલકાઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. વન વિભાગના મોરબી જિલ્લા ગ્રામ્ય વન મહોત્સવમાં નાની વાવડી ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેઘી, સાંસદ કેશરિદેવસિંહજી ઝાલા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા તેમજ જિલ્લા વહીવટી તંત્રના વડા કલેક્ટર તેમજ વન વિભાગના ઉચ્ચ અધિકારીઓએ સાથે નાની વાવડી ગામે પટેલ સમાજના પટાંગણમાં વૃક્ષા રોપણ કર્યું હતું.

આ તકે ઉપસ્થિત જન મેદનીને વૃક્ષનું મહત્વ સમજાવી તેના ઉછેર અને જતન માટે પ્રેરક ઉદ્દબોધન કર્યું હતું. માળીયા (મીં) તાલુકાનાં રાસંગપર ગામે પૂર્વ સરપંચ ભારદ્વાજના નિવાસે યોજાયેલ ધાર્મિક અવસરનો લાભ લીધો હતો તેમજ રાસંગપર ગ્રામ પંચાયતમાં ઉપસ્થિત માળીયા (મીં) તાલુકાનાં આગેવાનો, તાલુકા પંચાતના સભ્યો સાથે વિકાસના જુદા – જુદા મુદ્દાઓ અંગે ચર્ચાઓ કરી હતી. “સેવા એજ સંપતિ” ફાઉન્ડેશન કાર્યાલયની મુલાકાત લઈ યુવા અગ્રણી અજય લોરીયા સાથે આગામી સનાતન નવરાત્રિ બાબતે વિચાર વિમર્શ કર્યો હતો. મોટા દહીંસરા  ગામે તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ રમેશભાઈ રાઠોડના પિતાશ્રીના નિધન અન્વયે તેમના પરિવારને સાંત્વના પાઠવી હતી.

મોરબીના જુદા-જુદા વિસ્તારોમાં ગણેશજીના પંડાલોની મુલાકાતો લઈ વિવિધ સ્થળે ગણેશજીની આરતી અને દર્શન કરી ધન્યતા અનુભવી હતી. સાંસદ વિનોદભાઈ ચાવડા, ડૉ. જયંતિભાઈ ભાડેશિયા, શહેર તાલુકા ભાજપના અગ્રણીઓ સાથે શ્રી સિદ્ધિ વિનાયક ગણેશજીની આરતીમાં સજોડે જોડાયા હતા. આ તકે આયોજક અરવિંદભાઇ બારૈયાએ સન્માન પણ કર્યું હતું. મોરબીના લખધીરવાસ ખાતે મયુર નગરી કા રાજા એવા ગણેશ ઉત્સવમાં નિર્મળભાઈ જારીયા, દેવાભાઇ અવાડિયા સહિતના આગેવાનો સાથે આરતી દર્શનનો લાભ લીધો હતો. આયોજક કેયૂર પંડયાએ સત્કાર્યા હતા. હાઉસિંગ બોર્ડ કા રાજા ગણેશ ઉત્સવમાં જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયા, અરવિંદભાઇ વાંસદડિયા વિગેરે સાથે દર્શન કર્યા હતા. આયોજકો યોગેંદ્રસિંહજી તેમજ તેમની ટીમે સન્માન કર્યું હતું.

આ તકે પ્રવીણગિરિ સાથે ધાર્મિક વાર્તાલાપ કર્યો હતો. મોરબી શહેર ભાજપ મહામંત્રી ભાવેશભાઈ કંઝારીયાના નિવાસ સ્થાને પૂર્વ કાઉન્સિલર માવજીભાઇ કંઝારીયા તેમજ અગ્રણી જયુભા જાડેજા સાથે ગણેશજીની આરતીનો લાભ લીધો હતો. રવાપર ખાતે રામેશ્વર પાર્ટી પ્લોટમાં પટેલ ગ્રુપ યોજીત ગણેશજીના પંડાલમાં વિવિધ પ્રદર્શનો જેવાકે ઓપરેશન સિંદુર, સ્વદેશી અભિયાન, વૃંદાવન, પાતાળ લોક સહિત અનેક ધાર્મિક અને ઐતિહાસિક કૃતિઓ નિહાળી હતી. આ તકે યુવા અગ્રણીઓ જતીનભાઇ ફૂલતરીયા, જિગ્નેશ કૈલા, તરુણ અઘારા અને રવિ બાપોદરા સાથે આરતીનો લાભ લીધો હતો. સામા કાંઠે નગરપાલિકાના પૂર્વ ઉપ પ્રમુખ જયરાજસિંહ જાડેજાની ટીમ પ્રયોજિત ગણેશ પંડાલમાં આરતીનો લાભ લીધો હતો તેમજ પ્રાસાંગીક પ્રવચનો કરી ગણેશ ઉત્સવનું મહત્વ સમજાવ્યું હતું. તેમજ ભૂલકાઓની વિવિધ સ્પર્ધાત્મક રમતો નિહાળી હતી. મોરબી માર્કેટિંગ યાર્ડમાં સહકારી અગ્રણી મગનભાઇ વડાવીયા સાથે જુદા જુદા આગેવાનોની ઉપસ્થિતિમાં સહકારી અને ખેતીના પ્રશ્નો બાબતે વિષદ્દ ચર્ચાઓ કરી હતી. આમ, પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાએ જીવંત લોક સંપર્ક કેળવ્યો હતો.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments