Thursday, March 26, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiઅમદાવાદથી મોરબીમા ગાંજો ઘુસાડે તે પૂર્વે જ યુપીનો શખ્સ 2.8 કિલો ગ્રામ...

અમદાવાદથી મોરબીમા ગાંજો ઘુસાડે તે પૂર્વે જ યુપીનો શખ્સ 2.8 કિલો ગ્રામ ગાંજા સાથે ઝડપાયો

મોરબી શહેર – જિલ્લામા યુવાધનને ગાંજા જેવા નશીલા પદાર્થના સેવનની ગર્તામા ધકેલવાના પ્રયાસને પોલીસે નિષ્ફળ બનાવ્યો છે. મોરબી એસઓજી ટીમે અમદાવાદથી ગાંજાનો જથ્થો મોરબી આવી રહ્યો હોવાની બાતમીને આધારે વોચ ગોઠવી મોરબીના મહારાણા સર્કલ પાસે વોચ ગોઠવી ઉત્તરપ્રદેશના શખ્સને 2.8 કિલોગ્રામથી વધુ જથ્થા સાથે ઝડપી લીધો હતો.

મોરબી એસઓજી ટીમને બાતમી મળી હતી કે, મૂળ ઉતરપ્રદેશનો વતની શખ્સ ગાંજાનો જથ્થો લઈ મોરબી આવી રહ્યો છે. જે બાતમીને આધારે શહેરના મહારાણા પ્રતાપ સર્કલ પાસે વોચ ગોઠવતા આરોપી અનુજકુમાર રમેશચંદ્ર વર્મા ઉ.વ.29 રહે.ભૂલભુલિયા, ઉત્તરપ્રદેશ નામનો શખ્સ શંકાસ્પદ રીતે થેલો લઈને નીકળતા પોલીસે અટકાવી તલાશી લેતા આરોપીના કબ્જામાંથી 2.885 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. પોલીસે રૂપિયા 28,850નો ગાંજો કબ્જે કરી આરોપીનો મોબાઈલ કિંમત રૂપિયા 5 હજાર મળી કુલ રૂ.33,850નો મુદ્દામાલ હસ્તગત કરી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં એનડીપીએસ એકટ અન્વયે ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments