Thursday, March 26, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabi81 વર્ષના બાપાએ લાડવા ખાવાની સ્પર્ધામાં ભુક્કા કાઢ્યા : યુવાનોને હંફાવી 17...

81 વર્ષના બાપાએ લાડવા ખાવાની સ્પર્ધામાં ભુક્કા કાઢ્યા : યુવાનોને હંફાવી 17 લાડવા ખાઈ ચેમ્પિયન થયા

વાંકાનેર માર્કેટ ચોક કા રાજા ગણપતિ મહોત્સવમાં ચૂરમાના લાડવા ખાવાની સ્પર્ધામાં 81 વર્ષના બાપાએ ભુક્કા કાઢ્યા હતા અને આ સ્પર્ધામાં બાપા યુવાનોને હંફાવી ચુરમાના 17 લાડવા આરોગીને પ્રથમ ક્રમ મેળવ્યો હતો. 81 વર્ષની ઉંમરે એકીસાથે 17-17 લાડવા ખાઈને આ બાપાએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. તેથી આ લાડવાની સ્પર્ધા ભારે દિલધડક અને રોમાંચક બની રહી હતી.

વાંકાનેર માર્કેટ ચોક કા રાજા ગણપતિ મહોત્સવ સમિતી તેમજ વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા આયોજિત ચુરમાનાં લાડવા ખાવાની હરીફાઈ માર્કેટ ચોક ટાઉનહોલ ખાતે રાખવામાં આવેલ હતી. તે હરીફાઈમાં વાંકાનેર શહેર તેમજ તાલુકાનાં 23 લોકોએ ચાલુ વરસાદે આ સ્પર્ધામાં ભાગ લીધેલ હતો. આ સ્પર્ધકોમાંથી પ્રથમ ક્રમે વરડુસર ગામનાં રાજાભાઈ ટપુભાઈ નંદાસણીયા આવેલા હતા. તેમને 17 લાડવા ખાઈને રૂ.11 હજારનો રોકડ પુરસ્કાર જીત્યો હતો. જ્યારે બીજા ક્રમે ગુંદાખડા ગામનાં ગોરધનભાઈ સામજીભાઈ સાપરા રહ્યા હતા. તેમને 16.5 લાડવા ખાઈને રૂ.8 હજારનો રોકડ પુરસ્કાર જીત્યો હતો. જ્યારે ત્રીજા ક્રમે ખાનપર ગામનાં કરશનભાઈ પોલાભાઈ ડાભી રહ્યા હતા. તેમને 16 લાડવા ખાઈને રૂ.5 હજારનો રોકડ પુરસ્કાર જીત્યો હતો.

નોંધનીય છે કે, વાંકાનેરના વરડુસર ગામનાં રાજાબાપા નંદાસણીયા જેઓ 81 વર્ષના છે. તેઓએ ચુરમાના 17 લાડવા ખાઈને આ સ્પર્ધા જીતી લીધી હતી. આ સ્પર્ધામાં અનેક યુવાનો પણ હતા. રાજાબાપાએ લાડવા ખાવામાં યુવાનોને પણ હંફાવી દીધા હતા. પરિશ્રમ અને સાચા ખોરાકને કારણે રાજાબાપા આ ઉંમરે પણ ગજબની સ્ફૂર્તિ ધરાવે છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments