ટંકારા તાલુકાના સજ્જનપર ઘુનડા તરફ જતા રસ્તે બાવળની કાટમા જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીને આધારે ટંકારા પોલીસે દરોડો પાડતા મોરબીના રવાપર રોડ ઉપર રહેતા ત્રણ જુગારીઓ રોકડા રૂપિયા 1.59 લાખથી વધુ રોકડ સાથે ઝડપાઇ ગયા હતા.દરોડા દરમિયાન બે જુગારી નાસી ગયા હતા.
ટંકારા પોલીસને પેટ્રોલિંગ દરમિયાન સજ્જનપર ઘુનડા જવાના રસ્તે આરોપીઓ બાવળની જાળીમાં જુગાર રમતા હોવાની બાતમીને આધારે દરોડો પાડતા આરોપી મનોજભાઇ ચુનીલાલભાઇ ઠાકર રહે. રવાપર, મોરબી, વિશાલભાઇ દેવદાનભાઇ ડાંગર રહે. રવાપર, મોરબી, ભાવેશભાઇ ભગવાનજીભાઇ મેરજા રહે.પંચાસર રોડ, મોરબી નામના આરોપીઓ રોકડા રૂપિયા 1,59,800 સાથે તીનપતિ રમતા ઝડપાઈ ગયા હતા. જ્યારે આરોપી માધવભાઇ ભાલોડીયા રહે. સજનપર અને હીરેનભાઇ ચાડમીયા રહે. રવાપર ગામ વાળાઓ નાસી જતા પાંચેય વિરુદ્ધ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.










