Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiટંકારાના ઘુનડા ગામે વાડીમાં ભાગ ન આપવા મામલે ભાગિયા મજૂરો પર હુમલો

ટંકારાના ઘુનડા ગામે વાડીમાં ભાગ ન આપવા મામલે ભાગિયા મજૂરો પર હુમલો

ટંકારા તાલુકાના ઘુનડા સજ્જનપર ગામે ભાગમાં વાડી વાવવા રાખનાર દાહોદના વતની ખેતમજૂરને દરરોજ ગૌશાળામાં કામ કરવા લઈ જવામાં આવતા હોવાથી ખેતમજૂરોએ ગૌશાળાનું કામ કરવાની ના પાડતા આરોપીઓએ સામાન ભરી જતા રહેવા કહેતા ખેત શ્રમિકે ઉપજનો ભાગ માંગતા આરોપીઓએ ગાળો આપી માર મારી જાતિ પ્રત્યે અપમાનિત કરતા બનાવ અંગે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

ટંકારા તાલુકાના ઘુનડા સજ્જનપર ગામની સીમમાં અરવિંદભાઈ પેટલની વાડી ભાગમાં વાવવા રાખી મજૂરી કરતા મૂળ દાહોદના વતની ફરિયાદી મડિયાભાઈ પ્રતાપભાઈ મખોડ ઉ.29 નામના યુવાને આરોપી હરેશભાઇ જગાભાઈ પટેલ, જીગાભાઈ જસમતભાઈ પટેલ અને અન્ય બે અજાણ્યા માણસો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, આરોપીઓ ફરિયાદીના ભાઈ સરદારભાઈને ગૌશાળાએ કામ કરવા લઈ જતા હોવાથી ગૌશાળાનું કામ કરવાની ના પાડતા સામાન ભરીને જતા રહેવાનું કહેતા ફરિયાદીએ વાડીની ઉપજનો ભાગ માંગ્યો હતો.જેથી આરોપીઓને સારું નહિ લાગતા લાકડી વડે માર મારી જાતિ પ્રત્યે અપમાનિત કરતા બનાવ અંગે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments