Friday, April 10, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોડપર પાસે ગણેશ વિસર્જન બાદ ન્હાવા પડેલ યુવાનનો મૃતદેહ મળ્યો, લખધીરપુર નજીક...

મોડપર પાસે ગણેશ વિસર્જન બાદ ન્હાવા પડેલ યુવાનનો મૃતદેહ મળ્યો, લખધીરપુર નજીક કેનાલમાં યુપીનો યુવક ડુબ્યો

મોરબી નજીક બે સ્થળોએ બે લોકો ડૂબ્યા હોવાના બનાવ બન્યા છે. જેમાં એક વ્યક્તિની શોધખોળ હજુ ચાલુ છે. જ્યારે બીજા વ્યક્તિનો મૃતદેહ મળી આવતા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ મામલે તાલુકા પંચાયતના સદસ્ય અશોકભાઈએ જણાવ્યું કે મોડપર પાસે લૂંટાવદરના રસ્તે નદીમાં બપોરે 12:30 વાગ્યાના અરસામાં ગણેશ વિસર્જન બાદ અમુક લોકો નદીમાં ન્હાવા પડ્યા હતા. ત્યારે કરણ રમેશભાઈ ઉ.વ.32 નામનો યુવક ડૂબી ગયો હતો. સ્થાનિક તરવૈયાઓએ તેના મૃતદેહને શોધી કાઢ્યો છે.

બીજા બનાવ અંગે ફાયર વિભાગમાંથી મળતી માહિતી અનુસાર લખધીરપુર રોડ ઉપર કેનાલમાં ન્હાવા પડેલો એક યુપીનો યુવક ડૂબી ગયો હતો. જેની હાલ શોધખોળ ચાલુ છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments