મોરબી : સમસ્ત બ્રહ્મ સમાજ મોરબી જિલ્લાના હોદ્દેદારોની વરણી કરવા માટેની સામાન્ય સભાનું આયોજન તારીખ 11-9-2025 ને ગુરૂવારના રોજ બપોરે 3 કલાકે પરશુરામ ધામ મોરબી ખાતે કરવામાં આવ્યું છે. ત્યારે આ સામાન્ય સભામાં ઉપસ્થિત રહેવા માટે સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજના નોંધાયેલ આજીવન સભ્યો, પેટર્ન સભ્યોને હાજર રહેવા સમસ્ત બ્રહ્મ સમાજ મોરબી જિલ્લાના પ્રમુખ ભરતભાઈ ઓઝા તથા મહામંત્રી ચિંતનભાઈ ભટ્ટની યાદીમાં જણાવવામાં આવ્યું છે.










