મોરબી : ગુંગણ યુવા ગ્રુપ દ્વારા અમરનગર ખાતે માતાના મઢ કચ્છ જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
સતત છેલ્લા 17 વર્ષ થી કચ્છ માતાના મઢ જતા પદયાત્રીઓ માટે માળિયા હાઈવે પર આવતા અમરનગર ગામ ના પાટિયે આ સેવા કેમ્પ નુંઆયોજન કરવામાં આવે છે.દર વર્ષની જેમ આ વર્ષે પણ આ કેમ્પનું આયોજન છે. કેમ્પ ૦૯/૦૯/૨૦૨૫થી લઈને પદયાત્રીઓ ભકતો પધારશે ત્યાં સુધી કેમ્પ શરુ રહેશે.
આ સેવા કેમ્પમાં વિનામૂલ્યે જમવાનું,ચા,પાણી,નાસ્તો,રોકાણ ,મેડિકલ જેવી તમામ સુવિધા આપવામાં આવશે.તો દરેક પદયાત્રીઓ આ સેવાનો ખુબ જ બહોળા પ્રમાણમાં લોકોને લાભ લેવા ગુંગણ યુવા ગ્રુપ તરફ થી અપિલ કરવામાં આવે છે.
સંપર્ક નંબર:-દિગુભા જાડેજા(૯૭૧૪૫૩૦૫૧૧),દેવેન્દ્રસિંહ જાડેજા
(૭૯૯૦૨૧૮૧૫૯),કુલદીપસિંહ જાડેજા(૭૯૮૪૪૪૧૪૩૭)












