Friday, April 10, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની રજુઆત ફળી : મોરબી શહેરમાં પીજીવીસીએલનું ત્રીજું સબ ડિવિઝન...

ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની રજુઆત ફળી : મોરબી શહેરમાં પીજીવીસીએલનું ત્રીજું સબ ડિવિઝન મંજુર

મોરબી : મોરબી શહેરમાં પીજીવીસીએલમાં હાલ સુધી બે સબ ડિવિઝન કાર્યરત હતા. તેવામાં હવે કાંતિલાલ અમૃતિયાની જહેમતને પગલે ત્રીજુ સબ ડિવિઝન મંજુર થઈ ગયું છે. એટલે હવે મોરબીમાં ત્રણ સબ ડિવિઝન કાર્યરત થતા હવે વીજળીને લગતી સમસ્યાઓ હળવી બનશે

મોરબી શહેર પીજીવીસીએલના વીજ ગ્રાહકો માટે હાલ સુધી ટાઉન – 1 અને ટાઉન – 2 એમ બે સબ ડીવીઝન કાર્યરત હતા. જે મોરબીના ભારણને જોતા ખૂબ અપૂરતા હતા. મોરબીના ઝડપી વિકાસ અને વધતા જતા વીજગ્રાહકોને લઈને બન્ને સબ ડીવીઝનનું વિભાજન કરીને ટાઉન સબ ડીવીઝન – 3 બનાવવા માટે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ સતત રજુઆત અને ફોલોઅપ લેતા મોરબી ટાઉન સબ ડીવીઝન – 3 મંજુર કરવામાં આવેલ છે. આ નિર્ણયથી વહીવટી સરળતા રહેશે અને વીજગ્રાહકોની સુવિધામાં વધારો થશે. ટાઉન સબ ડીવીઝન 3 મંજુર થવાથી પ્રજામાં આનંદ વ્યાપી ગયો છે અને ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની સફળ અને પરિણામલક્ષી રજૂઆતની સરાહના થઈ રહી છે. તેમ યાદીમાં જણાવાયું છે

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments