મોરબી : મોરબી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ઉદ્યોગે જગતની ચિંતાઓને સંવેદનશીલતાથી સાંભળવા અને જીએસટી 2.0 લાવવા બદલ ભારત સરકાર અને માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો છે. તમને જણાવી દઈએ કે તાજેતરમાં કેન્દ્ર સરકારના નાણામંત્રાલય દ્વારા જીએસટીના સ્લેબમાં સુધારો કરીને 5% અને 18% સ્લેબ કર્યો છે જેનાથી ઘણી વસ્તુઓ ના ભાવો ઘટવાના છે, જેમાં સામાન્ય લોકોથી લઈને ઉદ્યોગપતિઓને પણ મોટા પ્રમાણે ફાયદો થશે.
અનેકવાર ઉદ્યોગ જગત દ્વારા વારંવાર રજૂઆતો GST ના સ્લેબમાં સુધારા માટે થતી હતી, જેનું કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં જ ફેરફાર કરીને નવો સ્લેબ રજૂ કરવામાં આવતા ઉદ્યોગ જગતમાં અને સામાન્ય પબ્લિકમાં દિવાળીની એક ખાસ ભેટ ગણવામાં આવી રહી છે
મોરબી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા વધુમાં જણાવ્યું હતું કે જીએસટી 2.0 માત્ર એક તકનીકી સુધારો નથી પરંતુ એક વ્યૂહાત્મક આર્થિક નિર્ણય છે જે નિશ્ચિત પણે અવરોધ ઘટાડે છે પ્રવાહીતા વધારે છે અને ઉદ્યોગો તથા ગ્રાહકો બંનેને સશક્ત બનાવે છે. વધુમાં જણાવ્યું હતું કે આપણે 2047 સુધીમાં વિકસિત ભારત અને વિકસિત ગુજરાત બનવાના લક્ષ્ય તરફ ઝડપથી આગળ વધી રહ્યા છે ત્યારે આવા સુધારા એ દેશ માટે ઘણા આવશ્યક છે.
તેના માટે મોરબી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના જેન્તીભાઈ જેરાજભાઈ પટેલ અને અમિતભાઈ સચદેએ આ સુધારવાનો લાભ છેવાડાના ગ્રાહકો સુધી પહોંચાડવા જિલ્લાના વિવિધ ક્ષેત્રના વ્યવસાયકારોને વિનંતી કરી છે.











