લાલપર નજીક અગાઉ ચાર ડમ્પરમાંથી તસ્કરોએ ડીઝલની ચોરી કર્યા બાદ ગઈકાલે ફરી ડીઝલ ચોરી કરી
મોરબી : મોરબી શહેર જિલ્લામા પાર્ક કરેલા ભારે વાહનોમાથી ડીઝલ ચોરતી ગેંગને આગાઉ પોલીસે ઝડપી લીધા બાદ ફરી ડીઝલ ચોર ગેંગ સક્રિય બની હોય તેવી સ્થિતિમાં અઠવાડિયામા બીજી વખત લાલપર નજીક ચાર ડમ્પરમાંથી મોટા પ્રમાણમાં ડીઝલની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે.
મોરબીના લાલપર નજીક આવેલ શ્યામ હોટલ પાછળથી ગત તા.31ના રોજ અજાણ્યા તસ્કરોએ ચાર ડમ્પરમાંથી ડીઝલની ચોરી કરતા તાલુકા પોલીસ મથકમાં જાણ કરવામા આવી હતી.જેમાં પોલીસ તસ્કરો સુધી પહોંચે તે પહેલા જ ગતરાત્રીના સમયે ફરી ચાર ડમ્પરની ડીઝલની ટાંકીમાંથી મોટા પ્રમાણમાં ડીઝલ ચોરી કરતા વાહન માલિકોના રોષ ફેલાયો છે. વાહન માલિકો દ્વારા હાઇવે ઉપર પાર્ક થયેલ વાહનોમાંથી ડીઝલ ચોરી કરતી ગેંગને ઝડપી લેવા માંગ કરવામાં આવી છે.










