મોરબી : મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ સોરિસો સિરામિક ફેકટરીના લેબર કવાટર્સમાં રહેતા મૂળ ઓરિસ્સા રાજ્યના વતની મુચીરામ સાગરમ સોરેન ઉ.વ 34 નામના શ્રમિક યુવાનને કાંઈ કામ ધંધો મળતો ન હોવાથી કંટાળી જઈ લેબર કોલોનીમાં આવેલ રૂમમાં બારી સાથે દોરી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.










