Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના કોઈપણ વ્યક્તિ નેપાળમાં ફસાયા હોય તો તેમના માટે હેલ્પ લાઈન નંબર...

મોરબીના કોઈપણ વ્યક્તિ નેપાળમાં ફસાયા હોય તો તેમના માટે હેલ્પ લાઈન નંબર જાહેર કરતું તંત્ર

મોરબી : હાલમાં નેપાળમાં થયેલ તોફાનો અને અરાજકતાની પરિસ્થિતને ધ્યાનમાં લઇ મોરબી જિલ્લાના કોઈ નાગરિકો નેપાળ દેશના પ્રવાસે હોય તો તે અંગેની જાણ તેઓના સ્વજનો દ્વારા મોરબી જિલ્લા વહિવટી તંત્રએ હેલ્પલાઇન નંબર પર કરવા વિનંતી છે. ઉપરાંત કાઠમંડુ ખાતે રહેલ કે ફસાયેલ કોઈ ભારત કે પ્રવાસી નાગરિકો સંપર્કમાં હોય તો તેઓને કાઠમંડુ સ્થિત ભારતીય એમ્બેસીના હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરવા મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

નેપાળ દેશના પ્રવાસે હોય અથવા કે ફસાયેલ હોય તેવા મોરબી જિલ્લાના નાગરિકોએ કોઇપણ પરિસ્થિતિમાં જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર મોરબીના હેલ્પલાઇન નંબર 02822-243300 અને 02822-243435, રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર ગાંધીનગરના હેલ્પલાઇન નંબર 079-2325 1900 /902/914 તથા ભારતીય દૂધવાસ કાઠમંડુ નેપાળના હેલ્પલાઇન નંબર +977-980 860 2881 અથવા +977-981 032 6134 પર સંપર્ક કરવો. તેમ યાદીમાં જણાવાયું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments