મોરબી : મોરબી – હળવદ હાઇવે ઉપર આંદરણા ગામના બ્રિજ નજીક જીજે – 36 – વી – 5204 નંબરની બોલેરો ચાલકે પુરપાટ ઝડપે ગાડી ચલાવી આગળ જતી ઇકો કાર નંબર જીજે – 13 – એએમ – 8246ને પાછળથી ટક્કર મારતા ઇકો કારમાં નુકશાન પહોંચતા ઇકો ચાલક સાજીદભાઈ દિલાવરભાઈ બેલીમ રહે.રતનપર મિલની ચાલ, વઢવાણ, સુરેન્દ્રનગર વાળાએ બોલેરો ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.








