મોરબી મહાપાલિકાએ ફાયર સેફટીને લઈને અગાઉ આપેલી નોટીસને પગલે શહેરમાં ૫૬ કોમ્પ્લેક્ષ અને ૨૨ સમાજવાડીએ ફાયરની સીસ્ટમ લગાવવાની કામગીરી કરી છે. આ ઉપરાંત છેલ્લા એક અઠવાડિયામાં મહાપાલિકાની ટીમે ચેકીંગની કામગીરી કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી મહાનગરપાલિકાની અગ્નિશમન શાખા દ્વારા તા.૨ થી તા.૮ સુધીમાં ૦૩ સ્કૂલમાં ૨૦૧ બાળકોને ફાયર પ્રિવેન્શનની ટ્રેનિંગ આપવામાં આવી હતી. વધુમાં પ્રિવેન્શનના ભાગ રૂપે સમાજવાડી, કોમ્પ્લેક્ષ અને ઇન્ડસ્ટ્રીઝ જેવી બિલ્ડીંગોનું ફાયર સેફટી સર્ટીફીકેટનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું અને સાથે ફાયર NOC ન ધરાવતા બિલ્ડીંગને નોટીસ આપવામાં આવી અને પ્રિવેન્શનને લગતી સૂચનો અને જરૂરી ગાઈડલાઈન પણ આપવામાં આવી. અગાઉ અપાયેલ નોટીસના પગલે ૫૬ કોમ્પ્લેક્ષ અને ૨૨ સમાજવાડીમાં ફાયરની સીસ્ટમ લગાવેલ તથા કામગીરી ચાલુ કરેલ છે. અને આ અઠવાડિયામાં ૦૨ ફાયર સેફટી અપ્રુવલ માટેની અરજી આવેલ જે આર.એફ.ઓ. કચેરીમાં ફોરવર્ડ કરેલ છે.








