Friday, April 10, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiસમસ્ત બ્રહ્મ સમાજ મોરબી જિલ્લાના હોદેદારોની વરણી

સમસ્ત બ્રહ્મ સમાજ મોરબી જિલ્લાના હોદેદારોની વરણી

મોરબી: સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ મોરબી જિલ્લાના હોદ્દેદારોની વરણી કરવા માટેની સામાન્ય સભા આજરોજ પરશુરામ ધામ મોરબી મુકામે બપોરે ત્રણ કલાકે સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ ટ્રસ્ટના પ્રમુખ ડો.અનિલભાઈ મહેતાના પ્રમુખ સ્થાને મળેલ હતી. જેમાં ચૂંટણી ઇન્ચાર્જ ભુપતભાઈ પંડ્યા, નિરીક્ષક તરીકે એડવોકેટ એચ.એલ.અજાણી, મોરબી શહેરના બ્રહ્મસમાજના પ્રમુખ આર કે ભટ્ટ સાહેબ, પરશુરામધામ મોરબીના પ્રમુખ હસુભાઈ પંડ્યા તથા અન્ય આગેવાનો ઉપસ્થિત રહેલ જેમાં સમસ્ત બ્રહ્મ સમાજ મોરબી જિલ્લાના પ્રમુખ તરીકે ડો.બી.કે.લહેરૂ, મહામંત્રી તરીકે હળવદના અગ્રણી અજયભાઈ રાવલ ઉર્ફે અજય મામા તથા કારોબારી સભ્ય તરીકે એન.એન.ભટ્ટ સાહેબ તથા પ્રશાંતભાઈ મહેતાની સર્વ સંમતિથી  વરણી કરવામાં આવેલ છે.આથો હાજર રહેલ તમામ સભ્યોએ તેમને શુભેચ્છાઓ પાઠવેલ છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments