Friday, April 10, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiટ્રાફિક વધવા છતાં ટ્રાફિક પોલીસ ઘટયા : મોરબીના 36 માંથી 16 પોઇન્ટ...

ટ્રાફિક વધવા છતાં ટ્રાફિક પોલીસ ઘટયા : મોરબીના 36 માંથી 16 પોઇન્ટ રામ ભરોસે

મોરબી : સીરામીક નગરી મોરબી શહેર દિવસે ન વધે તેટલું રાત્રે વધી રહ્યું છે, તાલુકામાંથી જિલ્લો અને નગરમાંથી મહાનગર બનેલા મોરબી શહેરમાં રોડ, રસ્તા, ગટરની સમસ્યા કરતા પણ વધુ ગંભીર સમસ્યા ટ્રાફિકની છે. શહેરમાં દરરોજ સવાર અને સાંજે બબ્બે કલાક સુધી લોકો ટ્રાફિકમાં ફસાયેલા રહે છે.ગંભીર બાબત તો એ છે કે, નગરમાંથી મહાનગર બનેલા મોરબી શહેરમાં માત્ર 20 ટ્રાફિક પોલીસમેન છે અને ઓછા પગારને કારણે ટ્રાફિક બ્રિગેડની અવાર નવાર ભરતી કરવા છતાં કોઈ નોકરી માટે રાજી ન હોય માત્ર 37 ટ્રાફિક બ્રિગેડ વડે ટ્રાફિક નિયમન થઇ રહ્યું છે. સ્ટાફની અછતને કારણે મોરબીના 36 પૈકી 16 ટ્રાફિક પોઇન્ટ રામભરોસે ચાલી રહ્યા છે.

મોરબી શહેર તાલુકામાંથી જિલ્લો બન્યા બાદ પણ વર્ષોથી આંતરિક રસ્તાઓમાં કોઈ બદલાવ આવ્યા નથી. તો બીજી તરફ દિવસેને દિવસે સીરામીક ઉદ્યોગને કારણે મોરબી વિકાસની હરણફાળ ભરી રહ્યું હોવાથી માનવ વસ્તી અને વાહનોની સંખ્યા વધતા હવે શહેરના રસ્તાઓ ટૂંકા પડી રહ્યા છે. જેના કારણે ટ્રાફિક સમસ્યા વિકરાળ બની છે. જો કે, સાંકડા રસ્તાઓને કારણે ટ્રાફિક નિયમન આવશ્યક છે પરંતુ મોરબીમાં સીટીમાં ટ્રાફિક શાખામાં માત્ર 40 જેટલા ટ્રાફિક પોલીસની જ જગ્યા ભરાયેલ છે અને ટ્રાફિક પોલીસની સહાયતા માટે માત્ર 37 ટ્રાફિક બ્રિગેડ ઉપલબ્ધ છે. જેથી શહેરના 36 પૈકી 20 પોઇન્ટ ઉપર જ ટ્રાફિક પોલીસ નિયમિત ફરજ બજાવી શકે છે.

જો કે, મોરબીમાં ટ્રાફિક સમસ્યા ઘણા વર્ષથી છે પરંતુ અધિકારીઓ ટ્રાફિક સમસ્યાનો કાયમી ઉકેલ લાવી શકતા નથી જેના કારણે લોકોના પૈસા અને સમયનો વ્યય થઇ રહ્યો છે. હાલમાં શહેરના સામકાંઠે ત્રાજપર ચોકડીથી લઈ શનાળા ગામ પાસે આવેલ રાજપર ચોકડી સુધી , શનાળા બાયપાસથી લઈ નવલખી ઓવરબ્રિજ, લીલાપર કેનાલ રોડ પર એસપી ચોકડીથી ઉમિયા સર્કલ સુધી અને નવલખી રોડ, સ્ટેશન રોડ, અયોધ્યા પુરી રોડ સહિતના રોડ ઉપર સતત ટ્રાફિક સમસ્યાને લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે.ખાસ કરીને મોરબીની મુખ્ય બજારો પણ અત્યંત સાંકડી હોય દિવસે તો ઠીક રાત્રીના સમયે પણ લોકોને ટ્રાફિક સમસ્યામાંથી મુક્તિ મળતી નથી.


ટ્રાફિકના આટલા પોઇન્ટ રામ ભરોસે ચાલે છે

મોરબી શહેરમાં (1) શનાળા-રાજપર ચોકડી (2) ભક્તિનગર સર્કલ (3) દલવાડી સર્કલ (4) વર્ધમાન ચોકડી (5) એસ.પી. રોડ ચોકડી (6) બાપા સીતારામ ચોક (7) સરદાર બાગ (8) રામ ચોક (9) ગાંધી ચોક (10) શાક માર્કેટ ચોક (11) શિવાની સીઝન પાસે (નવાડેલા રોડ ) (12) નવયુગ ગારમેન્ટ પાસે (13) ભોજાબાપા સર્કલ (રેલ્વે સ્ટેશન) (14) લખધીર ગેટ ચોકી (15) કુબેર સિનેમા (16) સેન્ટમેરી ફાટક એમ કુલ 16 ટ્રાફિક પોઇન્ટ એવા છે જ્યા ટ્રાફિક પોલીસ નથી હોતી, કેટલાક પોઇન્ટ ઉપર એવા છે જ્યાં માત્ર ટીઆરબી જ ફરજ ઉપર હોય છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments