મોરબી : મોરબી શહેરના નવલખી રોડ તેમજ રંગપર ગામ નજીક સીટી બી ડિવિઝન અને તાલુકા પોલીસે બે અલગ અલગ દરોડા પાડી બે આરોપીઓને વિદેશી દારૂની પાંચ બોટલ સાથે ઝડપી લીધા હતા.રંગપર નજીક આરોપી કારમાં વિદેશી દારૂ લઈને નિકળો હોય કાર પણ કબ્જે કરવામાં આવી હતી.
પ્રથમ દરોડામાં તાલુકા પોલીસે રંગપર ગામના બસસ્ટેન્ડ પાસેથી મૂળ બિહારના વતની અને હાલમાં રંગપર ગામે રહેતા આરોપી ગજાનંદ ભરત મહંતોને જીજે – 36 – એપી – 4537 નંબરની કાર સાથે ઝડપી લઈ વિદેશી દારૂની ત્રણ બોટલ કિંમત રૂપિયા 3900 તેમજ 5 લાખની કાર કબ્જે કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.જ્યારે બીજા દરોડામાં સીટી બી ડિવિઝન પોલીસે નવલખી રોડ ઉપર પરશુરામ મંદિર પાસેથી આરોપી અંકિત અરુણભાઇ રાઠોડ રહે.શ્રધ્ધાપાર્ક મોરબી વાળાને વિદેશી દારૂની બે બોટલ કિંમત રૂપિયા 2800 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.










