Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsવાંકાનેરના નજીક ગળામાં જાતે જ કાતર ફેરવી યુવાનનો આપઘાત

વાંકાનેરના નજીક ગળામાં જાતે જ કાતર ફેરવી યુવાનનો આપઘાત

વાંકાનેર : વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર કારખાનામાં મજૂરી કામ કરતા યુવાને પાંચ દિવસ પહેલા પોતાના ગળામાં જાતે કાતર મારી લઈ આપઘાતનો પ્રયાસ કર્યા બાદ સારવારમાં મોરબી ખસેડવામાં આવતા ગઈકાલે યુવાનનું સારવારમાં મૃત્યુ નીપજ્યું હતું.

વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર આવેલ કોટેસર ગ્રેનાઇટ ફેકટરીમાં મજૂરી કામ કરતા ઓરિસ્સાના વતની ચંદ્રમણીભાઈ દેબેનભાઈ બિરુઆ ઉ.37નામના યુવાને કોઈ કારણોસર ગત તા.5ના રોજ ગળામાં કાતર મારી લેતા સારવાર માટે મોરબી સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો.જ્યાં સારવાર દરમિયાન ગઈકાલે તા.10ના રોજ મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments