હળવદ : હળવદ શહેરમા મોરબી ચોકડી નજીક લેક વ્યુ હોટલ પાછળ રહેતા યુવાનને સત્ય મેવ જયતે વોટ્સએપ ગ્રુપમાં કેમ જોડાયેલ છો કહી ત્રણ શખ્સોએ હુમલો કરી જાનથી મારી નાખવા ધમકી આપતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
હળવદ શહેરની મોરબી ચોકડી નજીક લેક વ્યુ હોટલ પાછળ રહેતા કેતનભાઈ દેવસીભાઈ સરસિયા ઉ.વ.19 રહે.કાટકોલા ગામ, દેવભૂમિ દ્વારકા વાળાએ આરોપી સંદીપસિંહ લીંબોલા, ચિરાગસિંહ રાજપૂત અને આરોપી વિપુલ ઠાકોર રહે.હળવદ વાળાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ત્રણેય આરોપીએ ફરિયાદીના રુમે આવી તું સત્ય મેવ જયતે વોટ્સએપ ગ્રુપમાં કેમ જોડાયેલ છો કહી બોલાચાલી ઝઘડો કરી પટ્ટા તેમજ પાટા મારી જાનથી મારી નાખવા ધમકી આપી હતી.બનાવ અંગે હળવદ પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.










